Bank Locker Charges: જાણો SBIથી લઈને ICICI સુધી બેંક લોકરનો લે છે કેટલો ચાર્જ

જો તમે પણ બેંકમાં લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઘણા લોકો વિચારતા હશે કે બેંક લોકર માટે મોટી રકમ ચૂકવવી પડતી હશે. પરંતુ એવુ બિલકુલ નથી. હકીકતમાં બેંક લોકરનો ચાર્જ લોકરની સાઈઝ પર આધાર રાખે છે.  

Bank Locker Charges: જાણો SBIથી લઈને ICICI સુધી બેંક લોકરનો લે છે કેટલો ચાર્જ

નવી દિલ્લીઃ સામાન્ય રીતે બેંકના લોકરમાં લોકો દાગીના, કિંમતી અને કામના ડોક્યુમેન્ટ વગેરે રાખતા હોય છે. આ સર્વિસ માટે બેંક તરફથી લોકરની સાઈઝ મુજબની ફી વસૂલવામાં આવે છે. કેટલીક બેંક ગ્રાહકોને અકાઉન્ટ પર જમા રકમના આધાર પર લોકરની ઓફર કરે છે. ચાલો જાણીએ અલગ અલગ બેંકના લોકર અને એરિયાના હિસાબથી તેના ચાર્જ વિશે. મોટેભાગે લોકો ઘરેણાંઓ અને ખુબ જ કિંમતી ચીજ વસ્તુઓ બેંકના લોકરમાં સુરક્ષિત રાખવા મુકતા હોય છે. કેટલીકવાર જરૂરી દસ્તાવેજો અને પુરાવા પણ આવા બેંક લોકરમાંજ મુકવામાં આવે છે. પરંતુ વિવિધ બેંકો દ્વારા પોતાના સ્ટેટસ અને નિયમાનુસાર આ લોકરનો ચાર્જ વસુલવામાં આવતો હોય છે.

PNBમાં તમે લોકર લો છો તો, તમે આખા વર્ષમાં 12 વખત ફ્રી વિઝિટ કરી શકો છો. વધારાની વિઝિટ માટે તમારે 100 રૂપિયા આપવાના રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકરનો વાર્ષિક રેન્ટ 1,250 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીનો હોય છે. શહેર અને મેટ્રો સિટી માટે આ ચાર્જ 2,000થી 10,000 સુધીનો હોય છે. એક્સિસ બેંકમાં તમે એક મહિનામાં 3 વખત ફ્રી વિઝિટ કરી શકો છો. મેટ્રો અથવા શહેરી ક્ષેત્રની બ્રાંચમાં લોકરનો રેન્ટ 2,700 રૂપિયાથી શરૂ થાય છે. મીડ સાઈઝથી લઈને આ રેન્ટ 6,000 રૂપિયા સુધીનો છે. મોટા લોકર માટે રેન્ટ 10,800 રૂપિયાથી 12,960 રૂપિયા વસુલવામાં આવે છે.
સાઈઝ અને શહેરના આધાર પર અંદાજે 500થી 3,000 રૂપિયા સુધીનું SBI બેંકનું લોકર મળી જાય છે. સાઈઝમાં નાના, મીડિયમ અને મોટા લોકર માટે મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં ક્રમશઃ 2,000 4,000 8,000 અને 12,000 જેટલો ચાર્જ લાગે છે. અર્ધ શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં નાની, મીડિયમ અને મોટી સાઈઝના લોકર માટે ક્રમશઃ 1,500 3,000 6,000 અને 9,000 રૂપિયા સુધીનો હોય છે. ICICI BANK પોતાના લોકરના રેન્ટ માટે એડવાન્સમાં રેન્ટ લે છે. ICICIમાં લોકર લેવા માટે તમારુ અકાઉન્ટ ICICIમાં હોવુ જરૂરી છે. બેંકમાં નાની સાઈઝના લોકર માટે 1,200થી 5,000 રૂપિયા ચાર્જ છે. ત્યાં મોટી સાઈઝ માટે 10,000થી 22,000 રૂપિયા સુધીનો ચાર્જ હોય છે. આ ચાર્જ પર GST અલગથી લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news